AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોકરોચ જનતા પાર્ટી

કોકરોચ જનતા પાર્ટી

ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સૂર્યકાંત દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈને દેશના બેરોજગાર યુવાનોએ કોકરોચ જનતા પાર્ટીના નામે મજાક સ્વરૂપે કટાક્ષ કરવા માટે સોશિયલ મીડિયા પર શરુઆત કરી હતી. જે ડિજિટલ ટ્રેન્ડ બની ગઈ હતી. ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા મિલિયનમાં પહોચી ગઈ છે. વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ફોલોઅર્સ કરતા પણ વધુ ફોલોઅર્સ કોકરોચ જનતા પાર્ટી’ના છે. મીમ્સ, બેરોજગારી, પરીક્ષા તણાવ, સોશિયલ મીડિયામાં સરકાર વિરોધી આક્રોશ અને રાજકીય વ્યંગના મિશ્રણમાંથી જન્મેલી, આ ડિજિટલ પાર્ટી ગણાય છે.

કોકરોચ જનતા પાર્ટી એ કોઈ ભારતનો સત્તાવાર રાજકીય પક્ષ નથી, પરંતુ રાજકીય વ્યંગનો મૂળ ધરાવતી એક ઓનલાઈન સોશિયલ મીડિયાની ચળવળ ગણાય છે. કોકરોચ જનતા પાર્ટી પોતાને આળસુ અને બેરોજગારોનો અવાજ ગણાવે છે. તે વ્યંગાત્મક દ્રષ્ટિકોણ દ્વારા બેરોજગારી, ફુગાવો, પરીક્ષા પ્રણાલી, રાજકીય વિશેષાધિકાર અને યુવાનોના અસંતોષ જેવા મુદ્દાઓને સોશિયલ મીડિયામાં ઉઠાવે છે. સોશિયલ મીડિયા પર, સમર્થકો તેમની પોસ્ટમાં પોતાને ‘વંદા’ તરીકે ઓળખાવે છે, અને વંદો ઇમોજી એક ટ્રેન્ડિંગ સિમ્બોલ બની ગયું છે.

કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીથી થઈ છે. તેમણે અહેવાલ મુજબ કહ્યું હતું કે કેટલાક બેરોજગાર યુવાનો વંદો અને પરોપજીવી જેવા છે જેઓ રોજગાર શોધવામાં અસમર્થ હોય છે. તેઓ સોશિયલ મીડિયા અથવા સક્રિયતા દ્વારા અન્ય લોકો પર હુમલો કરે છે. જોકે, આ નિવેદન અંગે પાછળથી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. તેમની ટિપ્પણી બાદ તરત જ સોશિયલ મીડિયા પર ભારે પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી હતી.

Read More

જંતર મંતર પર ધરણા કરવા ઉત્સુક કોકરોચ જનતા પાર્ટીએ, હજુ સુધી દિલ્હી પોલીસ પાસેથી નથી માંગી પરવાનગી

'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન અંગે દિલ્હી પોલીસ સતર્ક છે. દિલ્હી પોલીસ જણાવ્યું છે કે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા માટે કોકરોચ જનતા પાર્ટી તરફથી કે તેમના વતી પરવાનગી માંગતી કોઈ અરજી અત્યાર સુધી મળી નથી. અધિકારીઓએ ઉમેર્યું કે, જો જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા માટેની અરજી સબમિટ કરવામાં આવે છે, તો તેની તપાસ કરવામાં આવશે.

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">