ગોલ્ડ-સિલ્વર ઈટીએફ
ETF (એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ) એ એક રોકાણ ભંડોળ છે જે સ્ટોક્સ, બોન્ડ્સ, કોમોડિટીઝ અથવા અન્ય સંપત્તિઓની બાસ્કેટમાં રોકાણ કરે છે અને સ્ટોક એક્સચેન્જ પરના શેરની જેમ દિવસભર ખરીદી અને વેચી શકાય છે, જે મ્યુચ્યુઅલ ફંડના વૈવિધ્યકરણ લાભોને સ્ટોક ટ્રેડિંગની સરળતા સાથે જોડે છે.
ETF કેવી રીતે કામ કરે છે?
એક ETF ઘણા રોકાણકારો પાસેથી પૈસા એકઠા કરે છે અને તેને સ્ટોક્સ, બોન્ડ્સ અથવા અન્ય સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે.આ ફંડ ચોક્કસ ઇન્ડેક્સ (જેમ કે નિફ્ટી 50) અથવા સેક્ટરને ટ્રેક કરે છે.
તમે બ્રોકર દ્વારા તમારા ડીમેટ એકાઉન્ટ દ્વારા ETF યુનિટ્સ ખરીદી શકો છો અને વેચી શકો છો, જેમ તમે શેર ખરીદો છો અથવા વેચો છો.
ETF ના પ્રકારો:
- ઇક્વિટી ETF: શેરબજારના ઈન્ડેક્સને ટ્રેક કરે છે
- ગોલ્ડ ETF: સોનાના ભાવને ટ્રેક કરે છે.
- બોન્ડ ETF: બોન્ડ માર્કેટને ટ્રેક કરે છે.
- સેક્ટર ETF: ચોક્કસ સેક્ટરમાં રોકાણ કરે છે. (દા.ત., IT, બેંકિંગ).
સોના-ચાંદીના રોકાણકારોની ચિંતામાં થયો ‘વધારો’… ગોલ્ડ-સિલ્વર ETF માં આવ્યો ‘મોટો કડાકો’, શું આ રોકાણ કરવાનો સાચો સમય છે?
સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. વૈશ્વિક બજારમાં કિંમતો ઘટવાના કારણે ગોલ્ડ અને સિલ્વર ઇટીએફ (ETF) માં પણ નબળાઈ જોવા મળી છે.
- Ravi Prajapati
- Updated on: Jun 8, 2026
- 7:09 pm
સોનામાં રોકાણ કરવાનું વિચારો છો? તો થોભો… દેશના આ 2 મોટા ફંડ હાઉસે ‘ગોલ્ડ સ્કીમ્સ’ પર લગાવી દીધી ‘રોક’
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અને ઇટીએફ (ETF) માં રોકાણ કરનારાઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે. દેશના 2 મોટા ફંડ હાઉસે ગોલ્ડ સ્કીમ્સમાં નવા મોટા રોકાણ પર કામચલાઉ પ્રતિબંધ લગાવી દીધો છે. અચાનક લેવાયેલા આ નિર્ણયથી રોકાણકારો મૂંઝવણમાં છે કે, સોનામાં રોકાણ કરવું હવે સેફ છે કે નહીં?
- Ravi Prajapati
- Updated on: Jun 8, 2026
- 5:03 pm
ભારતીય ઘરોમાં સંતાયેલું છે 32,000 ટનથી વધુ સોનું! આગામી બે વર્ષમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા….
સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો થવા છતાં દેશમાં તેની માંગમાં કોઈ ઘટાડો થયો નથી. બિઝનેસ ટુડે ઇન્ડિયાના એક સેમિનારમાં આર્થિક નિષ્ણાતોએ દાવો કર્યો છે કે જો ભારતીય ઘરોમાં પડી રહેલું સોનું માર્કેટમાં પાછું ફરે તો દેશની આયાત પરની નિર્ભરતા ખતમ થઈ શકે છે. સાથે જ આગામી વર્ષોમાં સોનું નવી ઐતિહાસિક સપાટી વટાવશે તેવા સંકેતો આપ્યા છે.
- Sachin Agrawal
- Updated on: Jun 6, 2026
- 9:48 pm
1 વર્ષમાં પહેલીવાર સોનામાંથી રોકાણકારોએ કરોડો રૂપિયા પાછા ખેંચ્યા, મે મહિનામાં ગોલ્ડ માર્કેટનું આખેઆખું ચિત્ર બદલાયું
ભારતીય ગોલ્ડ માર્કેટમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષથી સોનામાં સતત રોકાણ કરી રહેલા રોકાણકારોએ મે મહિનામાં અચાનક કરોડો રૂપિયા પાછા ખેંચી લીધા છે, જેના કારણે માર્કેટનું આખેઆખું ચિત્ર બદલાઈ ગયું છે.
- Ravi Prajapati
- Updated on: Jun 5, 2026
- 8:22 pm
સોનામાં ‘મોટું રોકાણ’ કરવાના મૂડમાં હોવ તો થોભી જજો… ગોલ્ડમાં બમ્પર કમાણી કરાવતી સ્કીમ્સના દરવાજા ‘રોકાણકારો’ માટે બંધ
સોનાના ભાવમાં ચાલી રહેલી અસ્થિરતા અને રોકાણકારોના ક્રેઝ વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના એક દિગ્ગજ ફંડ હાઉસે અચાનક જ મોટો નિર્ણય લીધો છે. એવામાં જો તમે પણ ગોલ્ડમાં રોકાણ કરીને બમ્પર કમાણી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારે તમારો નિર્ણય હાલ પૂરતો હોલ્ડ પર રાખવો પડશે.
- Ravi Prajapati
- Updated on: Jun 6, 2026
- 12:53 pm
સોનાનો ક્રેઝ તો જુઓ ! ભાવ ભલે વધ્યા પણ ખરીદી ન અટકી, ભારતીયોએ ETF અને ડિજિટલ ગોલ્ડમાં મન મૂકીને ‘પૈસા’ રોક્યા
સરકાર દ્વારા સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) વધારવાના કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. સામાન્ય રીતે કિંમતો વધતા ખરીદી ઘટતી હોય છે પરંતુ ભારતીયોનો સોના પ્રત્યેનો પ્રેમ આ વખતે પણ અકબંધ રહ્યો છે.
- Ravi Prajapati
- Updated on: May 25, 2026
- 7:33 pm
ઓછા રોકાણે મોટી કમાણી ! સોના-ચાંદીના આ ફંડે રોકાણકારોના પૈસા ડબલથી પણ વધુ કરી દીધા
જો તમે સોના-ચાંદીમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. બજારમાં સોના-ચાંદીના કેટલાક ખાસ ફંડ્સે રોકાણકારોને ખૂબ જ જોરદાર નફો કરાવ્યો છે. આમાં સોનાના ફંડે 72% સુધીનું વળતર આપ્યું છે, જ્યારે ચાંદીના એક ફંડે તો 161% જેટલું બમ્પર રિટર્ન આપ્યું છે.
- Ravi Prajapati
- Updated on: May 18, 2026
- 7:05 pm
MCX થી લઈને ETF સુધી માત્ર તેજી જ તેજી ! શું સરકારના આ એક નિર્ણયથી સોના-ચાંદીના ભાવમાં આવશે ‘કાયમી વધારો’?
સરકાર દ્વારા સોના અને ચાંદી પર લેવાયેલા ઈમ્પોર્ટ ડ્યુટીના નિર્ણયની અસર હવે બજાર પર જોવા મળી રહી છે. આ એક નિર્ણયને કારણે શેરબજારમાં ગોલ્ડ અને સિલ્વર ETFના ભાવમાં 15% સુધીનો મોટો ઉછાળો આવ્યો છે.
- Ravi Prajapati
- Updated on: May 13, 2026
- 7:16 pm
દર વર્ષે કેટલું ‘સોનું’ ખરીદે છે ‘ભારતીયો’ ? જ્વેલરી-ETF-Digital Gold નો આ રહ્યો ‘હિસાબ’
શું ભારતીયોનું સોના પ્રત્યેનું વળગણ હવે ઓછું થઈ રહ્યું છે કે પછી રોકાણની રીત બદલાઈ ગઈ છે? એકબાજુ ઈરાન-અમેરિકાના તણાવ વચ્ચે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક અપીલે આખા દેશને વિચારતા કરી દીધા છે.
- Ravi Prajapati
- Updated on: May 11, 2026
- 3:47 pm
Gold Investment: સોનામાં ફરી તેજી આવશે ? World Gold Council નો રિપોર્ટ, મહિનાઓના ડેટા આપી રહ્યા છે મોટો સંકેત!
માર્ચ 2026 ની ભારે વેચવાલી બાદ World Gold Council ના ડેટા મુજબ April 2026 માં North America, Europe અને Asia ત્રણેય ઝોનમાં Gold ETF ઇનફ્લો ફરી શરૂ થયો છે. ભારત-ચીનની ખરીદી અને સેન્ટ્રલ બેંકોની 215 ટનની Q1 ખરીદી — સોનામાં ફરી ઉછાળા માટેના સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે.
- Sachin Agrawal
- Updated on: May 7, 2026
- 8:08 pm
શેરબજાર કરતા પણ વધુ કમાણીની લાલચ? ભારતીયોએ ETFમાં ઠાલવ્યા 1.8 લાખ કરોડ, સોના-ચાંદીમાં રોકાણનો તૂટ્યો રેકોર્ડ!
શું તમે હજુ પણ ફક્ત શેરબજારમાં જ પૈસા રોકી રહ્યા છો? સાવધાન, રોકાણનો ટ્રેન્ડ બદલાઈ ગયો છે. નાણાકીય વર્ષ 2026 માં ભારતીયોએ ઈક્વિટી કરતા સોના અને ચાંદીના ETF પર વધુ ભરોસો મૂક્યો છે. જાણો કેવી રીતે એક જ વર્ષમાં રોકાણનો આંકડો બમણો થઈ ગયો.
- Sachin Agrawal
- Updated on: Apr 30, 2026
- 9:52 pm
તિજોરીના ‘સોના’ કરતા રોકાણનું ‘સોનું’ વધુ ફળ્યું ! એક વર્ષમાં 60% થી વધુ રિટર્ન સાથે રોકાણકારો થયા માલામાલ
આજના સમયમાં જ્યારે દુનિયાભરમાં યુદ્ધ અને આર્થિક અસ્થિરતાનો માહોલ છે, ત્યારે રોકાણકારો માટે 'સોનું' ફરી એકવાર સૌથી સુરક્ષિત હથિયાર સાબિત થયું છે. છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે ગોલ્ડ ETF (Gold ETF) એ રોકાણકારોને માલામાલ કરી દીધા છે.
- Ravi Prajapati
- Updated on: Apr 17, 2026
- 5:21 pm
Breaking news: શા માટે ગોલ્ડ ETF તેની ચમક ગુમાવી રહ્યું છે, એક મહિનામાં 57% ઘટ્યું?
માર્ચમાં ગોલ્ડ ETFમાં રોકાણ 57% ઘટીને ₹2,265 કરોડ થયું હતું, જ્યારે સિલ્વર ETFમાં સતત બીજા મહિને રોકાણ બહાર નીકળ્યું હતું. નબળા પ્રદર્શન છતાં, નિષ્ણાતો હજુ પણ લાંબા ગાળા માટે સોનાના રોકાણને નફાકારક માને છે.
- Meera Kansagara
- Updated on: Apr 11, 2026
- 8:25 am
ચાંદીએ સોનાને પણ પાછળ છોડ્યું ! રોકાણકારોની પહેલી પસંદ બન્યા ‘ગોલ્ડ-સિલ્વર ETF’, એક જ દિવસમાં આવ્યો ‘જંગી ઉછાળો’
વૈશ્વિક બજારમાં થઈ રહેલ હલચલની સીધી અસર હવે ભારતીય રોકાણકારોના પોર્ટફોલિયો પર દેખાઈ રહી છે. બુધવાર, 8 એપ્રિલના રોજ ગોલ્ડ અને સિલ્વર ETFમાં અણધાર્યો ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં ચાંદીએ તો સોનાને પણ પાછળ છોડી દીધું છે.
- Ravi Prajapati
- Updated on: Apr 8, 2026
- 3:37 pm
Breaking news: ચાંદીની ચમક ફિક્કી પડી, Silver ETF ખરાબ હાલતમાં, 2 મહિનામાં શેર 15% ઘટ્યો
ચાંદીના ETF માં તાજેતરના ઘટાડાથી રોકાણકારો ચિંતિત છે. નિષ્ણાતોએ જોખમ ઘટાડવા માટે ચાંદીના રોકાણ ઘટાડવા અને ઇક્વિટી અને સોના તરફ વળવાની સલાહ આપી છે. કારણ કે આ રોકાણો અસ્થિર રહેવાની શક્યતા છે.
- Meera Kansagara
- Updated on: Apr 6, 2026
- 2:50 pm