AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વેસ્ટ ઈન્ડિઝ

વેસ્ટ ઈન્ડિઝ

વેસ્ટ ઈન્ડિઝ એ ખરેખર કોઈ એક દેશ નહીં પરંતુ 28 કેરેબિયન ટાપુઓના સમૂહમાંથી ક્રિકેટ રમતા 15 દેશો અને પ્રદેશોની સંયુક્ત ટીમ છે.વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટની શરૂઆત 1890ના દાયકામાં થઈ હતી. પ્રવાસી ઈંગ્લેન્ડની ટીમ સામે રમવા માટે વિરોધી ટીમનું એક સંગઠન વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ બનાવાયું હતું.
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડમાં છ ક્રિકેટ એસોસિએશન છે, જેમાં બાર્બાડોસ, ગુયાના, જમૈકા, ત્રિનિદાદ અને ટોબેગો, લીવર્ડ આઇલેન્ડ્સ અને વિન્ડવર્ડ આઈલેન્ડ્સના બોર્ડ્સનો સમાવેશ થાય છે.1928માં વેસ્ટ ઈન્ડિઝને પ્રથમવાર ટેસ્ટ ક્રિકેટની માન્યતા મળી હતી. તે જ વર્ષથી આ ટીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું મજબૂત સ્થાન બનાવવાનું શરૂ કર્યું અને ક્રિકેટમાં વર્ચસ્વ જમાવ્યું.

વેસ્ટ ઈન્ડિઝ ટીમે પહેલા બે ક્રિકેટ વર્લ્ડ કપ (1975 અને 1979) જીત્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ બે T20 વર્લ્ડ કપ (2012 અને 2016) પણ જીત્યું છે. આમ કુલ ચાર વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ જીત્યું છે. વેસ્ટ ઈન્ડિઝ પાસે પોતાનું રાષ્ટ્રગીત (Anthem) નથી. કારણ કે એ કોઈ દેશ નથી, તેથી તેનું પોતાનું રાષ્ટ્રીય ગીત પણ નથી.વેસ્ટ ઈન્ડિઝનો ધ્વજ એ કોઈ રાષ્ટ્રીય ધ્વજ નહીં પણ ખાસ કરીને ક્રિકેટ ટીમ માટે બનાવાયેલો ધ્વજ છે. આ ધ્વજ ક્રિકેટમાં તેમની ઓળખ છે.

Read More

Breaking News: T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે શરૂઆત, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

વર્લ્ડ કપની વાસ્તવિક રમત 12 જૂનથી શરૂ થશે, પરંતુ તે પહેલાં, દરેક ટીમને થોડી પ્રેક્ટિસ મેચ રમવાની તક મળી છે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની પહેલી મેચ રમી હતી અને તેને કોઈ મુશ્કેલી વિના જીતી લીધી હતી.

Breaking News: ટીમ ઈન્ડિયાએ સૌથી મોટી જીત મેળવી, છતાં બચી ગયો વેસ્ટ ઈન્ડિઝ-પાકિસ્તાનનો આ રેકોર્ડ

ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે એક ઈનિંગ અને 300 રનથી મોટો વિજય મેળવ્યો. આ ભારતીય ટીમની ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત છે. આમ છતાં વેસ્ટ ઈન્ડિઝ-પાકિસ્તાનનો રેકોર્ડ તૂટી શક્યો નહીં. ચાલો જાણીએ આ કયો રેકોર્ડ જે તૂટવાથી રહી ગયો.

Breaking News: બાળપણ ગરીબીમાં ગુંડાઓની વચ્ચે વિતાવ્યું, હવે IPLમાં દબંગ પ્રદર્શનથી બની ગયો ‘પાવરપ્લે કિંગ’

DC v CSK: ચેન્નાઈ સુપર કિંગ્સના સ્પિનર ​​અકીલ હોસેને ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું. ડાબા હાથના સ્પિનરે દિલ્હી કેપિટલ્સ સામે 4 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ લીધી. ગુંડાઓ વચ્ચે મોટો થયેલો આ ક્રિકેટર IPL 2026 માં પોતાની ચાલાક બોલિંગથી ધમાલ મચાવી રહ્યો છે.

Breaking News : IPL 2026 પહેલા BCCI એ ટીમ ઈન્ડિયા માટે 6 શ્રેણીની જાહેરાત કરી, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

IPL પછી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું શેડ્યૂલ વ્યસ્ત રહેશે. વિદેશી પ્રવાસો ઉપરાંત, BCCI એ હવે ટીમ ઇન્ડિયા માટે 6 શ્રેણીઓની જાહેરાત કરી છે. BCCIએ ટીમ ઈન્ડિયાના આગામી 12 મહિનાનું શિડ્યુલ જાહેર કરી દીધું છે. આગામી એક વર્ષની અંદર ભારત ચાર દેશોની યજમાની કરશે.

IPL Facts : મેદાન પર કિંગનો દબદબો : આ ખેલાડીઓ સામે બનાવ્યા છે સૌથી વધુ રન

IPLમાં વિરાટ કોહલીનો દબદબો સ્પષ્ટપણે જોવા મળે છે. ભલે અમુક ખેલાડીઓએ કોહલીને વારંવાર આઉટ કર્યો હોય, પરંતુ તેમની વિરુદ્ધ રન પણ કોહલીએ બનાવ્યા છે. ખાસ કરીને અનુભવી ખેલાડીઓ સામે તેનો આત્મવિશ્વાસ અને રન બનાવવાની ક્ષમતા તેને આ લીગમાં 'કિંગ' બનાવે છે. તો ચાલો જાણીએ કયા 5 બોલર વિરુદ્ધ વિરાટ કોહલીએ વધારે રન બનાવ્યા છે.

Breaking News: બે વખતની ચેમ્પિયન ટીમ ODI વર્લ્ડ કપમાંથી થશે બહાર ? પાકિસ્તાનની હારથી સમીકરણ ખોરવાયું

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનની હાર બાદ બે વારની વર્લ્ડ ચેમ્પિયન ટીમની ચિંતા વધી ગઈ છે. આ ટીમની સીધા ક્વોલિફાય થવાની આશા ઠગારી નીવડી છે. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાનાર 2027ના ODI વર્લ્ડ કપમાંથી તેઓ બહાર થઈ શકે છે.

Breaking News : IPL 2026 પહેલા KKRના પૂર્વ ખેલાડી પર ICCએ પ્રતિબંધ લગાવ્યો, મેચ ફિક્સિંગ મામલે લેવામાં આવ્યું એક્શન

Javon Searles ICC Ban : આઈપીએલ 2026ની શરુઆત 28 માર્ચથી થવા જઈ રહી છે. તમામ ટીમે પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. આઈપીએલ પહેલા કેકેઆરના પૂર્વ ખેલાડી પર આઈસીસીએ પ્રતિંબધ લગાવ્યો છે. તો ચાલો જોઈએ કોણ છે આ ખેલાડી

ક્રિસ ગેલ BETVIBE સાથે ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા

BETVIBEએ ક્રિસ ગેલને પસંદ કર્યા કારણ કે તેમનો કારકિર્દી એ જ ઊર્જા અને પ્રભાવ દર્શાવે છે જે પ્લેટફોર્મની રમત પ્રત્યેની દ્રષ્ટિને પ્રતિબિંબિત કરે છે. ગેલે ઇન્ડિયન પ્રીમિયર લીગ, વૈશ્વિક T20 લીગ્સ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમના  પ્રભાવશાળી પ્રદર્શનથી વિશાળ ફેન બેઝ બનાવ્યો છે, જે BETVIBEના ક્રિકેટ પ્રેક્ષકો સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતો છે.

T20 WC Breaking : સૌથી વધુ વાર શૂન્ય પર આઉટ થવાનો શરમજનક રેકોર્ડ, અભિષેક શર્મા નહીં, આ પાકિસ્તાની છે ટોપ પર

T20 વર્લ્ડ કપ ઝડપી અને આક્રમક ક્રિકેટ માટે ઓળખાય છે. અહીં એક સારો શોટ ખેલાડીને હીરો બનાવી દે છે તો એક ખોટો શોટ તેને શૂન્ય પર પેવેલિયન મોકલી દે છે. તાજેતરમાં ભારતીય ઓપનર અભિષેક શર્માના સતત ત્રણ ડક બાદ ફરી ચર્ચા ઉઠી છે કે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વાર શૂન્ય પર આઉટ થનાર બેટ્સમેન કોણ છે.

T20 WC Breaking News: બેટિંગ પેરેડાઇઝ કે સ્પિન ફ્રેન્ડલી? ઈડન ગાર્ડન્સની પિચનું રહસ્ય ખુલ્યું, કાંટાની ટક્કર માટે તૈયાર રહો

કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. T20 વર્લ્ડ કપ 2026 માં ટીમ ઈન્ડિયાની સૌથી મહત્વની મેચ 1 માર્ચ એટલે કે આવતીકાલે રમાવા જઈ રહી છે.

T20 WC Breaking : ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચેની મેચ રદ થાય તો કોને સેમીફાઈનલની ટિકિટ મળશે?આ છે નિયમ

India vs West Indies : ટી20 વર્લ્ડકપ 2026ની સુપર-8 સ્ટેજમાં ટીમ ઈન્ડિયા પોતાની છેલ્લી મેચ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમશે. આ મેચ પહેલા ગ્રુપ-એની સેમીફાઈનલિસ્ટનો નિર્ણય લેવાશે.

T20 WC Breaking : ICC T20 World Cup 2026માં વેસ્ટ ઇન્ડીઝનું રાષ્ટ્રગીત કેમ વગાડવામાં આવતું નથી? જાણો કારણ

ICC T20 World Cup 2026 : ક્રિકેટની દુનિયામાં એક સમયે વેસ્ટઈન્ડિઝની ટીમ રાજ કરતી હતી. પરંતુ ધીમે ધીમે તેનો દબદબો પૂર્ણ થતો જોવા મળ્યો. આઈસીસી ટી20 વર્લ્ડકપમાં આ ટીમ શાનદાર પ્રદર્શન કરી કમબેક કરી રહી છે. આ દરમિયાન સ્ટેડિયમમાં આ ટીમનું રાષ્ટ્રીય ગીત વાગતું નથી. જેનું કારણ ચોંકાવનારું છે.

T20 WC Breaking : સુપર-8 માં ટીમ ઈન્ડિયાની આ ત્રણ ટીમો સામે થશે ટક્કર, જાણો ક્યાં અને ક્યારે રમશે મેચ

ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ, ઝિમ્બાબ્વેએ સુપર 8 રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. વધુમાં, ઝિમ્બાબ્વેને ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં સ્થાન મેળવ્યું છે. એટલે ભારતની એક મેચ ઝિમ્બાબ્વે સામે થશે, પરંતુ અન્ય બે ટીમો કઈ છે જેની સામે સુપર 8 રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાની ટક્કર થશે અને આ મેચો ક્યારે રમાશે? જાણો ટીમ ઈન્ડિયાનો સુપર 8 માં શેડ્યુલ.

ICC Cricket T20 WC 2026: હેટમાયરનો તોફાન, શેફર્ડની હેટટ્રિક, વેસ્ટ ઈન્ડિઝે T20 વર્લ્ડ કપમાં ધમાકેદાર શરૂઆત

વેસ્ટ ઈન્ડિઝે T20 વર્લ્ડ કપ 2026 માં પોતાનો પહેલો મેચ જીત્યો. શિમરોન હેટમાયરે વિસ્ફોટક ફિફ્ટી ફટકારી અને ત્યારબાદ રોમારિયો શેફર્ડે હેટ્રિક લીધી.

ICC T20 WC 2026: 17 વર્ષની રાહનો અંત: હેટમાયર બન્યો વેસ્ટ ઇન્ડીઝનો નવો ‘સિક્સર કિંગ’, દિગ્ગજ ગેઇલ પાછળ છૂટ્યો

શિમરોન હેટમાયરએ ટી20 વર્લ્ડ કપમાં ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડ્યો છે, જે તેણે 2009ના ટી20 વર્લ્ડ કપમાં બનાવ્યો હતો, જાણો સંપૂર્ણ જાણકારી.

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">